Header Ads Widget

Si Ad Code 1

Si Ad Code 5

પેટની ચરબી ગાયબ કરી નાખશે આ નુસખો જો દરરોજ ઉપયોગ કરશો

Si Ad Code 6

આજકાલના આપણા ખોરાક અને અસ્તવ્યસ્ત જીવનને લઈને જોવા જઈએ તો દરેક લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાય છે. તેમાં આપણા ખોરાક ને લીધે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે. આથી શરીર પણ જાડુ બનતું જાય છે. પરંતુ આપણે આજે એક એવા ઉપાય વિશે જણાવવાના છીએ જેનાથી કમર તેમ જ પેટની ચરબી ઓગાળવામાં તમને મદદ મળશે.
પેટની ચરબી ઓગાળવામાં આમ તો જોવા જઈએ તો ઘણા નુસખા કામ લાગે છે પરંતુ આજનો આ નુસખો ઘરેલુ છે. અને તેને બનાવવામાં પણ વાર લાગતી નથી. ચાલો જાણીએ કઈ રીતે બને છે અને કામ કરે છે આ નુસખો.


સામગ્રી

1.5 ગ્લાસ પાણી
બે લીંબુની છાલ ( બારીક સમારેલી )
એક ચમચી આદુનો રસ
સામગ્રી તૈયાર કર્યા બાદ આને બનાવવા માટે બે લીંબુની છાલને નાના નાના ટુકડામાં સમારી લો અને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવા માટે રાખી દો. જ્યારે દોઢ ગ્લાસ નું પાણી માત્ર એક ગ્લાસ જેટલું રહે ત્યારે ઉકાળવાનું બંધ કરી દો અને પછી ચાળણીની મદદથી ગળી લો. ગળી લીધા બાદ આ પ્રવાહીમાં એક ચમચી આદુનો રસ ભેળવી દો. બસ માત્ર આટલી પ્રક્રિયા કરવાથી આપણું આ મેજીક તૈયાર છે.
આ પ્રવાહીનું દરરોજ સેવન કરવાથી ધીમે-ધીમે તમારા પેટની ચરબી ઓગાળવા માંડશે. અને આ તમે પણ મહેસૂસ કરશો.

કઈ રીતે ઉપયોગ કરશો?

સૌપ્રથમ આ નુસખાઓ અજમાવતી વખતે ધ્યાન રાખવું કે junk food, fast food વગેરેથી દૂર રહેવું. તેમજ રાત્રે સુતા ના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખાવાનું ખાઈ લેવું. અને રાત્રિનું ભોજન હળવું લેવું. આ નુસખા નો ઉપયોગ તમારે સવારે નાસ્તો કરતા પહેલા એક કલાક વહેલું કરવાનો છે. આ રીતે દરરોજ નિયમિત પણે ઉપયોગ કરવાથી તમને શરીરમાં ફેરફાર મહેસૂસ થવા લાગશે.

ક્યા ક્યા ફાયદાઓ છે?

તમને ખબર જ હશે કે લીંબુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ લીંબુની છાલ માં પેક્ટિન નામનું તત્વ મળી આવે છે. જે આપણા શરીરની વધારાની ચરબી દૂર કરે છે. જેનાથી આપણા શરીરની ચરબી વધારે ઝડપથી ઓછી થાય છે.
ગરમ પાણીના ફાયદાઓ તો તમને ખબર જ હશે. અને આદુ માત્ર આપણા સ્વાદ માટે જ નહીં પરંતુ આપણા પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આદુ થી આપણું પાચનતંત્ર મજબૂત રહે છે તેમ જ ચરબી ઝડપથી ઉતારવામાં મદદ કરે છે. સાથે સાથે આપણા શરીરના મેટાબોલિઝમને પણ વધારે છે જેનાથી આપણા શરીરની વપરાયેલી ઉર્જાઓ વધારે ઝડપથી બહાર નીકળે છે અને માટે જ આપણા શરીરનું વજન જલ્દી ઘટે છે.

Si Ad Code 7

Si Ad Code 4

Post a Comment

0 Comments

Si Ad Code 2