Header Ads Widget

Si Ad Code 1

Si Ad Code 5

બિન સચિવાલયની પરીક્ષાને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પ્રદીપસિંહે કરી જાહેરાત

Si Ad Code 6

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો SITએ સ્વીકાર કર્યો છે. પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાનું SITની તપાસમાં ખૂલ્યું છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દોષિતો સામે ફરિયાદ નોંધાશે, પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ
આ મામલે કુલ 4 ફરિયાદ નોંધાઈ છે. દોષિતો સામે ફરિયાદ નોંધવામાં આવશે અને આરોપી ઉમેદવારો પર સરકારી પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.

CCTV અને વોટ્સએપ દ્વારા પેપર ફૂટ્યું હોવાની વાત સાચી સાબિત થઈ
આ દરમિયાન એસઆઇટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ઉમેદવારોએ આપેલી તમામ સીસીટીવી ફૂટેજ ક્લિપ ચકાસી હતી અને તેની ખરાઇ માટે એફએસએલને પણ મોકલી હતી. આ તપાસ દરમિયાન વિડીયો ફૂટેજની ક્લિપ સાચી હોવાનું માલૂમ થયું છે. તે સિવાય વિદ્યાર્થીઓએ સરકારને અમુક પરીક્ષા કેન્દ્રો પરથી કેટલાંક ઉમેદવારોએ વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને અન્ય વ્યક્તિને મોકલ્યું હતું અને તે થોડી જ મિનિટોમાં વાઇરલ થઇ ગયું હતું. એસઆઇટીએ આ બાબતની ખરાઇ કરતા તે પણ સાચી હોવાનું ફલિત થયું છે.

આ અગાઉ લાયકાતના મુદ્દે પરીક્ષા મોકૂફ રખાઇ હતી
આ અગાઉ આ પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત ધોરણ-12ને બદલે સ્નાતકની કરવા સરકારે પરીક્ષા મોકૂફ કરી નવી તારીખો જાહેર કરી હતી. પરંતુ તેમાં પણ પરિક્ષાર્થીઓએ સરકારના નિર્ણયનો વિરોધ કરતાં સરકારે તે જાહેરાત પણ રદ્દ કરી ભરતી માટે ધોરણ-12 પાસની લાયકાત યથાવત રાખી હતી.

શું છે મામલો
બિનસચિવાલય ક્લાર્કની ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 17 નવેમ્બરે યોજાયેલી ભરતી પરીક્ષામાં ગુજરાતના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર સાત લાખ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્રીજી ડિસેમ્બરે આ પરીક્ષામાં ચોરી થઇ હોવાના પુરાવા સામે આવતાં ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરીક્ષા રદ્દ કરવાની માગ થઇ. તેની સામે ચોથી ડિસેમ્બરે સરકારે તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ સોંપી હતી.


Si Ad Code 7

Si Ad Code 4

Post a Comment

0 Comments

Si Ad Code 2