Header Ads Widget

Si Ad Code 1

Si Ad Code 5

હવે માત્ર 7 દિવસમાં મેળવી શકો છો પાસપોર્ટ, આ રીતે કરો ઓનલાઈન અરજી

Si Ad Code 6

પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે. તમે 4 ડોક્યૂમેન્ટ આપીને માત્ર 7 દિવસમાં પાસપોર્ટ મેળવી શકો છો. આ પ્રોસેસમાં પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ જારી કર્યા બાદ કરવામાં આવે છે. તેનાથી પાસપોર્ટ પહેલા પોલીસ વેરિફિકેશનમાં લાગતો સમય બચી જાય છે.
આ ડોક્યૂમેન્ટ્સ હોવા જોઈએ
1 સપ્તાહમાં પાસપોર્ટ જોઈએ તો આ 4 ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે,
7 દિવસમાં પાસપોર્ટ જોઇએ તો તમારી પાસે આધાર કાર્ડ, વોટર આઇડી, પાન કાર્ડ અને ક્રિમિનલ રેકોર્ડ ન હોવાનું એફિડેવિડ હોવું જોઇએ. આ ડોક્યૂમેન્ટ હશે તો તમે સપ્તાહની અંદર પાસપોર્ટ મેળવી શકો છો. તેના માટે તમારે તત્કાલનો ઓપ્શન પસંદ કરવો પડશે. નોર્મલ પ્રક્રિયાથી પાસપોર્ટ બનાવામાં 1500 રૂપિયા થાય છે પરંતુ આમાં તમારે 2000 એકસ્ટ્રા આપવા પડશે. તમારે કુલ 3500 રૂપિયા ફી આપવી પડશે. જેથી આજે અમે તમને જણાવી રહ્યા છીએ તેની સંપૂર્ણ પ્રોસેસ.
-સૌથી પહેલાં Passport Seva Kendra ની વેબસાઇટ www.passportindia.gov.in પર જાઓ.
-જો તમે નવા યુઝર છો તો પહેલાં તમારું એકાઉન્ટ ક્રિએટ કરો. એમાં તમારે જરૂરી જાણકારી નાખવી પડશે.
-હવે ઉપર જણાવેલાં ચારેય ડોક્યૂમેન્ટની કોપી અપલોડ કરો. પછી તમને ઓનલાઇન પેમેન્ટનો ઓપ્શન મળશે.
-પેમેન્ટ થયા બાદ તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અપોઈન્ટમેન્ટ લઇ શકો છો.
-અપોઈન્ટમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટઆઉટ કાઢી દો. એ તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર તમારી સાથે લઇ જવી પડશે.
-અહીંયા તમારા ડોક્યૂમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ સપ્તાહમાં તમને પાસપોર્ટ મળી જશે.
સુધારો કેવી રીતે કરવોઃ
જે લોકોએ પાસપોર્ટ બનાવી લીધો છે, પરંતુ કોઇ કારણોસર નામ, પિતાજીનું નામ અને બર્થ-ડેમાં કોઇ ભૂલ હોય તેવા લોકોએ સરકાર માન્ય સંસ્થાઓ તરફથી આપવામાં આવતા સર્ટિફિકેટની ફોટોકોપની સાથે એક સોગંદનામું આપવાનું રહેશે. સોગંદનામામાં ખોટો ડેટા, સાચો ડેટા અને થયેલી ભૂલ પાછળના કારણનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. ડોક્યુમેન્ટને વેરિફાય કર્યા પછી પાસપોર્ટ ઓફિસ તેને પોલીસને મોકલશે અને પોલીસના રિપોર્ટના આધારે જ સુધારો કરવામાં આવશે.

Si Ad Code 7

Si Ad Code 4

Post a Comment

0 Comments

Si Ad Code 2