Header Ads Widget

Si Ad Code 1

Si Ad Code 5

આજે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે એસ્ટરોઇડ, શું ખરેખર ધરતી પર આવશે પ્રલય ?

Si Ad Code 6

આજે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે એસ્ટરોઇડ, શું ખરેખર ધરતી પર આવશે પ્રલય ?



કોરોના સંક્રમણથી હાલ દુનિયાના લોકોમાં ડર છે. જ્યારે બીજી તરફ એક વિશાળ એસ્ટરોઇડધરતીની નજીકથી પસાર થવાનો ડર લોકોમાં સતાવી રહ્યો છે. એસ્ટરોઇડ 29 એપ્રિલ આજે ધરતીની નજીકથી પસાર થવાનો છે. પરંતુ નિશ્ચિંત રહો. ડરવાની કોઇ વાત નથી. એસ્ટરોઇડપૃથ્વીથી 60 લાખ કિમી દૂરથી પસાર થશે એવામાં પૃથ્વીન પર પ્રલય કે સુનામીની કોઇ આશંકા નથી.

ખાસ કરીને સોશિયલ મીડિયાની અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપો.

આ જાણકારી આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીજ નૈનિતાલના ખગોળ વૈજ્ઞાનિક ડો, શશિભૂષણ પાંડેએ આપી છે. જણાવી દઇએ કે હાલ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર એસ્ટેરોઇડનું પૃથ્વી સાથે ટકરાવવાથી પ્રલય આવવા જેવી ખબરો ચાલી રહી છે. જેને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર એસ્ટેરોઇડના પૃથ્વીના ટકરાવવાની આશંકા પૂર્ણ રીતે ફગાવવામાં આવી છે.

ધરતીની નજીક આવી રહેલા એસ્ટેરોઇડનો આકાર આશરે આશરે ચાર કિમી માનવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ તેનું નામ 52768 તેમજ 1998 ઓઆર-2 આપ્યું છે. તેની શોધ 1998 માં થઇ હઇ હતી. ત્યારથી તેની પર વૈજ્ઞાનિકો સતત અધ્યયન કરી રહ્યા છે. સૂર્યની પ્રરિક્રમા કરવામાં તેને 1344 દિવસનો સમય લાગી જાય છે. આ જેટલો વિશાળ છે. જો ધરતીથી ટકરાઇ જાય તો તેનાથી થોડોક પણ સંદેહ નથી કે મહા વિનાશ લાવી શકે છે. પરંતુ એવું કઇ પણ થવાનું નથી. જ્યારે આ પૃથ્વીની નજીકથી પસાર થશે ધરતી અને તેની વચ્ચે 63 લાખ કિમીનું અંતર હશે.

આમ તો ધરતીથી એસ્ટેરોઇડનું અંતર 63 લાખ કિમી વધારે માનવામાં આવતું નથી. પછી તેને ધરતીથી ટકરાવવાની આશંકા દૂર-દૂર સુધી નથી. જોકે આ દિવસોમાં ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓ પાયાવિહોણી છે. ભવિષ્યમાં આ ગ્રહ તેનાથી પણ ખૂબ નજીકથી થઇને પસાર થશે. વૈજ્ઞાનિકોએ તેની ગણના પણ કરી લીધી છે. આ એસ્ટેરોઇડ જ્યારે 2197 માં ધરતીની નજીક પહોંચશે ત્યારે આ અંતર ધરતીથી 18 લાખ કિમી હશે ત્યારે પણ તેને ધરતીથી ટકરાવવાની સંભાવના નથી.

ભારતીય તારા ભૌતિકી સંસ્થાના બેંગલુરુના સેનિ વૈજ્ઞાનિક પ્રો. આરસી કપૂરનું કહેવું છે કે ધરતીની નજીકથી પસાર થઇ રહેલા એસ્ટેરોઇડના પૃથ્વીથી ટકરાવવાની સંભાવના બિલકુલ નથી. આવા ઘણા એસ્ટેરોઇડ છે જે ઘણી વખત ધરતીથી નજીક થઇ ને પસાર થાય છે.

આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીજના ખગોળ વૈજ્ઞાનિક ડો. શશિ ભૂષણ પાંડેનું કહેવું છે કે વિજ્ઞાન એટલું સારુ થઇ ચુક્યું છે કે ધરતીથી ટકરાનારા કોઇ પણ એસ્ટેરોઇડ કે ઉલ્કા ટકરાવવથી રોકી શકાય છે. જેથી એસ્ટેરોઇડ 52768 ની ધરતી પર ટકરાવવાની આશંકા ખોટી કરવામાં આવી રહી છે.

Si Ad Code 7

Si Ad Code 4

Post a Comment

0 Comments

Si Ad Code 2