Header Ads Widget

Si Ad Code 1

Si Ad Code 5

શું ૧૪ એપ્રિલ પછી લોકડાઉન હટાવી લેવામાં આવશે? કોરોના સાથે લડવાનો શું છે મોદી સરકારનો આગળનો પ્લાન

Si Ad Code 6

૨૪ માર્ચે પીએમ મોદીએ કોરોના સામે રક્ષણ આપવા ૨૧ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ લોકડાઉન અવધિને સમાપ્ત કરવા માટે હવે ફક્ત થોડા દિવસનો સમય બાકી રહ્યો છે. એક તરફ લોકો આ લોકડાઉનને દૂર કરવાની રાહ જોઇ રહ્યા છે, તો બીજી તરફ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

આવી સ્થિતિમાં લોકોના મનમાં ચિંતા વધી ગઈ છે કે ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન કેવી રીતે ખોલશે? શું ૧૪ એપ્રિલ પછી સ્થિતિ સામાન્ય થઈ જશે, અથવા લોકડાઉન અવધિ વધી શકે છે? અમે તમને જણાવીશું કે ૧૪ એપ્રિલ પછી મોદી સરકારની શું યોજના છે.

સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિત લોકોના આંકડા

લોકડાઉનની પરિસ્થિતિને લઈને દરેકના મગજમાં આ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રાજ્ય સરકારો પણ લોકડાઉનને કેવી રીતે દૂર કરવું અને કોરોનાથી લોકોને સુરક્ષિત કેવી રીતે રાખવું તે અંગે વિચારમણા કરી રહી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા પણ કરી છે. આ બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જિલ્લા પ્રશાસનનાં રિપોર્ટના આધારે લોકડાઉનનો પ્લાન મોકલવામાં આવશે. આ રીતે સરકાર તેના પર વિચાર કરીને એક પ્લાનિંગ સાથે આગળ વધશે કે લોકડાઉનનું હવે શું કરવાનું છે.
હાલમાં, એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર લોકડાઉનને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી સંતુષ્ટ છે. દેશમાં દરરોજ નવા કોરોના દર્દીઓના કેસો વધી રહ્યા છે, પરંતુ અન્ય દેશોની તુલનામાં, ભારતની પરિસ્થિતિ હજી વિસ્ફોટક નથી. જો કે, જે પ્રકારથી સંક્રમણનું જોખમ ફેલાઈ રહ્યું છે અને મૃત્યુનાં આંકડા સામે આવી રહ્યાં છે, તેવામાં કોઈપણ પ્રકારની બેદરકારી દેશ માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં શું મોદી સરકાર લોકડાઉનને કેવી રીતે દૂર કરશે?

સંપૂર્ણ રીતે ખતમ નહીં થાય લોકડાઉન

સરકારના આયોજનની વાત કરીએ તો, સંપૂર્ણ લોકડાઉન ૧૪ એપ્રિલના રોજ સમાપ્ત થશે નહીં. લોકડાઉન અલગ તબક્કામાં દૂર કરવામાં આવશે. એટલે કે, એક સાથે લોકડાઉનને દૂર કરવાને બદલે ફક્ત એજ સ્થળોએ દૂર કરવામાં આવશે જ્યાં પરિસ્થિતિ બહુ ખરાબ નથી. આવી સ્થિતિમાં સરકારની યોજના છે કે જ્યાં કોરોના સંક્રમિત કેસ છે ત્યાં લોકડાઉન ચાલુ રાખવામાં આવશે.
આનો અર્થ એ છે કે સરકાર એવા વિસ્તારોમાં લોકડાઉન રાખશે જ્યાં કોરોના કેસની પુષ્ટિ થઈ ગઈ છે અને આગામી સમયમાં પણ કોરોના વધી શકે એમ છે. આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે ૧૪ એપ્રિલ પછી કેટલાક સ્થળોથી લોકડાઉન હટાવવામાં આવશે. જો કે સરકારે કોરોના સાથે નીપટવા માટેની બીજી રીત શોધી કાઢી છે. સરકારની યોજના છે કે, જે જગ્યાઓ પર લોકડાઉન હટાવવામાં આવશે એવી જગ્યાઓ પર કલમ ૧૪૪ લાગુ રાખવામા આવશે જેથી ભીડ એકઠા ન થાય.

રેલ અને હવાઈ યાત્રા ઉપર પણ જળવાઈ રહેશે પ્રતિબંધ

દેશમાં એવા ઘણા લોકો છે જે અત્યારે ક્યાંક ને ક્યાક અટવાયેલા છે. આવી સ્થિતિમાં તેની નજર રેલવે અને હવાઈ મુસાફરી પર છે. સરકાર તેના ઉપર પણ વિચારણા કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રેલ અને હવાઈ મુસાફરી ૧૪ એપ્રિલ પછી પણ બંધ રહી શકે છે અને તેને 30 એપ્રિલ સુધી લંબાવી શકાય છે. તેમજ બસની સેવા પણ બંધ રહેશે. તમે પોતાના પ્રાઇવેટ વાહનથી પણ ક્યાંય જવાની યોજના કરી શકતા નથી.
જોકે, સરકાર ફસાયેલા લોકોને તેમની જગ્યાએ પહોચડવાની યોજના ધરાવે છે. જે લોકો ફસાયેલા છે તેમને ખાસ પાસ આપવામાં આવશે અને તેમને ઘરે જવા દેવાશે. જો કે, આ પહેલા, તેમની તપાસ પણ કરવામાં આવશે કે તેઓ સંપૂર્ણપણે જોખમથી બહાર છે કે નહીં. રાજ્ય સરકારો આ તમામ બાબતોનું મૂલ્યાંકન કરી રહી છે અને ટૂંક સમયમાં તમામ અહેવાલો કેન્દ્ર સરકાર સુધી પહોંચશે. આ યોજના સાથે મોદી સરકાર એક રોડમેપ તૈયાર કરશે.

Si Ad Code 7

Si Ad Code 4

Post a Comment

0 Comments

Si Ad Code 2