Header Ads Widget

Si Ad Code 1

Si Ad Code 5

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં લોકડાઉન અંગે શું જણાવ્યુ? કઈ તારીખ સુધી લોકડાઉન લંબાયું?

Si Ad Code 6

લોકો આજના દિવસની એટલે કે  ૨૪ માર્ચના દિવસની દેશની જનતા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે પીએમ મોદી દ્વારા દેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉન અંતિમ દિવસ હતો. પરંતુ દેશમાં કોરોનાનાં વધતા જતા આંકડા જોતાં મોટો સવાલ એ છે કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉનનો અંત લાવશે. અથવા લોકડાઉન-૨ ની શરતો સાથે જાહેરાત કરવામાં આવશે. હવે દેશનો પ્રત્યેક નાગરિક, દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિ જાણવા માંગે છે કે પીએમ મોદી દેશને સંબોધનમાં શું કહેશે.
પ્રધાનમંત્રીનાં આ સંબોધન પહેલા દેશનાં ૮ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકડાઉનનું એલાન થઈ ચૂક્યુ છે. વિશ્વભરમાં કોરોનાનો કહેર મોટા પ્રમાણમાં ચાલુ છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૫,૧૯૦ લોકો કોરોના વાયરસનો ભોગ બનેલ છે. જેમાંથી ૧,૧૯,૭૦૧ લોકો મૃત્યુ પામેલા છે અને ૪,૪૭,૮૩૩ લોકો અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે.
સંબોધનમા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, ભારત અમુક હદ સુધી કોરોના સાથે લડવામાં સફળ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે “લોકડાઉનને લીધે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો પોતાના ઘરથી દૂર ફસાયેલા છે. હું જાણું છુ કે તમામ લોકોને અનેક સમસ્યાઑ પડી રહી છે. હું એ તમામ લોકોને આદર સાથે નમન કરું છુ જે આ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે.”

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, “ભારત કોરોના સામે મજબૂતાઈ થી લડી રહ્યું છે. લોકડાઉનના બંધનને લોકોએ શિસ્તતાથી પાલન કર્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીથી આપણે સૌ પરિચિત છીએ. ભારતમાં જ્યારે કોરોના વાયરસના ફક્ત ૫૫૦ જ કેસ હતા ત્યારે ૨૧ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું, પરિસ્થિતી વધુ બગડે તેની રાહ જોવામાં આવી ન હતી. દુનિયાનાં અન્ય તાકાતવાર દેશોની તુલનમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે.”

લોકડાઉનની સમય મર્યાદા અંગે તેમણે જણાવ્યુ હતું કે, “બધા રાજ્યો સાથે પરિસ્થિતીની ચર્ચા વિચારણા કર્યા, દરેક રાજ્યો અને લોકોનું પણ એવું કહેવાનું હતું કે લોકડાઉનને વધારવામાં આવે. જેથી નક્કી કરવામાં આવેલ છે કે લોકડાઉનને હજુ ૨૦ દિવસ સુધી વધારવામાં આવેલ છે એટલે લોકડાઉન હજુ ૩ મે સુધી વધારવામાં આવી રહ્યું છે. તેમજ ૨૦ એપ્રિલ સુધી લોકડાઉનને વધુ સખત બનાવવામાં આવશે. ત્યારબાદ ૨૦ એપ્રિલ બાદ લોકડાઉનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો તેના લીધે પરિસ્થિતી વધુ બગડે છે તો તે છૂટછાટ પરત ખેંચી લેવામાં આવશે.”



એક સપ્તાહ સુધી કોરોના સામેની જંગને વધુ સખત બનાવવામાં આવશે. લોકડાઉન અંગે સરકાર તરફથી એક ગાઇડલાઇન રજુ કરવામાં આવશે. જે હોટસ્પોટમાં સુધારો દેખાશે ત્યાં સરકાર તરફથી થોડી છુટછાટ આપવામાં આવશે. જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે તેમના પર વધુ ધ્યાન આપવામાં આવશે. દેશમાં રાશન અને દવાનો પર્યાપ્ત જથ્થો રહેલ છે. ભારતમાં ૨૨૦ થી વધુ લેબ કાર્યરત છે. કોરોનાનાં માટે દર ૧૦,૦૦૦ દર્દીઓ માટે ૧૫૦૦ થી ૧૬૦૦ બેડની જરૂરિયાત રહે છે.

આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ ૭ બાબતોનું ખાસ રાખવાનું જણાવ્યુ હતું. તેમણે આ ૭ વાતો પર ભાર મુક્યો હતો અને તેનો અમલ કરવા માટે અપીલ કરી હતી. તેમના દ્વારા કહેવામા આવેલ ૭ વાતો નીચે દર્શવાવમાં આવેલ છે.
  • ઘરના વૃધ્ધ લોકોનું વધુ ધ્યાન રાખવું તેમણે
  • લોકડાઉન અને સોશિયલ ડીસ્ટેંસિંગ નું ખાસ ધ્યાન રાખવું.
  • પોતાની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ સૂચનોનું પાલન કરવું.
  • કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવતું રોકવા માટે આરોગ્ય સેતુ એપ જરૂર ડાઉનલોડ કરો.
  • જેટલું બની શકે ગરીબ પરિવારોની દેખરેખ કરો અને તેમના ભોજનની આવશ્યકતા પૂરી કરો.
  • પોતાના વ્યવસાય અને કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી તેમણે નોકરી પરથી નાં કાઢવા.
  • દેશમાં કામ કરી રહેલા ડોક્ટર, પોલીસ, સફાઈ કર્મીઑ વગેરેનાં કામને બિરદાવવું અને તેમણે પોતાના કાર્યમાં સહયોગ આપવો.

Si Ad Code 7

Si Ad Code 4

Post a Comment

0 Comments

Si Ad Code 2