Si Ad Code 6
લોકડાઉનના દરમિયાન સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મોકલવામાં આવી રહી છે પરંતુ ખાતાધારકોને મદદની રકમ મળી છે કે નહીં તે જાણવા માટે બેંક બ્રાંચમાં જવું પડે છે. ત્યારે આવી સ્થિતિમાં જનધન ખાતાધારકો બેંકની હેલ્પલાઈન નંબર પર મિસ કોલ કરીને તેમના ખાતામાં રકમની જાણકારી મેળવી શકે છે. જો કે તેના માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જોઈએ.
SBI એ શરૂ કરી આ સુવિધા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ખાતાધારકો માટે આ સુવિધા શરૂ કરી છે. કોઈપણ જન ધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાના બેલેન્સ વિશે જાણી શકે છે. ખાતાધારકોએ તેમના રજિસ્ટર્ડ ફોન નંબર પરથી અહીં કોલ કરવાનો રહેશે. તમે એક વખતમાં તમારા પાંચ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી મેળવી શકો છો. તે ઉપરાંત SBIના ખાતાધારક રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી મેળવી શકે છે.
આ રીતે ફોન નંબર રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે
જો જનધન ખાતાધારક હોવા છતાં તમારો ફોન નંબર બેંકમાં રજિસ્ટર્ડ નથી તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે 09223488888 પર મેસેજ કરી તમારો નંબર અકાઉન્ટની સાથે રજિસ્ટર્ડ કરાવી શકો છો. આ મેસેજમાં તમારે REG AccountNumber લખીને મોકલવાનો રહેશે.
કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે પ્રાધનમંત્રી જન ધન યોજના (PMJDY) અંતર્ગત આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. આ માટે સરકાર આ ખાતાધારકોના બેંક અકાઉન્ટમાં આવતા ત્રણ મહિના સુધી પૈસા મોકલશે. પ્રથમ હપ્તો 3 એપ્રિલે ખાતાધારકોના અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો.
- જન ધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાના બેલેન્સ વિશે જાણી શકશે.
- SBIના ખાતાધારક રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ આ જાણકારી મેળવી શકે છે.
- કેન્દ્ર સરકારે પ્રાધનમંત્રી જન ધન યોજના અંતર્ગત આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.
Si Ad Code 7
Si Ad Code 4
0 Comments