Si Ad Code 6
ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે રાજ્યાના મોટાભાગના ખેડૂતોના પાકને નુકસાના પહોંચ્યું છે ત્યારે આજરોજ રાજ્યસરકાર દ્વારા પાક નુકસાનને પહોંચી વળવા માટે એક ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 700 કરોડનું પેકેજ વધારી 3795 કરોડના પેકેજની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમા નુકસાન થયું છે. ખાસ કરીને લણણી સમયે જ કમોસમી વરસાદને કારણે દિવાળી બાદ ખેડૂતોને મોટું નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો દ્વારા આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
3795 કરોડનું જાહેર કરાયું પેકેજ
- DyCM નીતિન પટેલની પત્રકાર પરિષદ
- ખેડૂતો મુદ્દે સરકારે કરી મહત્વની જાહેરાત
- રાજ્ય સરકારે ખેડૂતો માટે 3795 કરોડનું જાહેર કરાયું પેકેજ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમા નુકસાન થયું છે. ખાસ કરીને લણણી સમયે જ કમોસમી વરસાદને કારણે દિવાળી બાદ ખેડૂતોને મોટું નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો દ્વારા આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
3795 કરોડનું જાહેર કરાયું પેકેજ
આ બેઠકમાં ખેડૂતો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારથી કમોસમી વરસાદ માટે 3795 કરોડનું ખેડૂતો માટે સહાય કરવામાં આવી હતી. આ પેકેજનો લાભ 81 તાલુકાના 18369 ગામો ના 56 લાખ 36 હજાર ખેડૂતોને થશે.
ખાતાદીઠ 4 હજાર રુપિયાની કરાશે ચુકવણી
નોંધનીય છે કે, નીતિન પટેલે કહ્યું હતું કે જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રુપિયાની ચુકવણી કરવામાં આવશે.
- રાજ્યના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત
- પાક નુકસાન મુદ્દે રાજ્યના તમામ ખેડૂતોને મળશે સહાય
- રાજ્યના 18369 ગામોના 56.36 લાખ ખેડૂતોને મળશે લાભ
- અગાઉની જાહેરાતમાં સરકારે પેકેજની રકમ વધારી
- 700 કરોડનું પેકેજ વધારી 3795 કરોડનું પેકેજ જાહેર
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે કરશે સહાય
- 1641 કરોડ રૂપિયા રાજ્ય સરકારના બજેટમાંથી અપાશે
- 15 ઓક્ટોબર બાદથી રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો
- સતત વરસાદને કારણે લણણી ન થતા નુકસાન
- 1 ઇંચથી વધુ કમોસમી વરસાદવાળા 125 તાલુકાઓ
- 125 તાલુકાના 9416 ગામોમાં અંદાજે 28.61 લાખ ખેડૂતો સહાય
- 1 હેક્ટર દીઠ 6800 રૂપિયા સહાયની જાહેરાત
- મહત્તમ બે હેક્ટર સુધી ખેડૂતોને સહાય મળશે
- એક ઇંચથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોને 4000ની સહાય
- 1463 ગામના 4.70 લાખ ખેડૂતોને પણ મળશે સહાય
- વરસાદ ન પડતા પાક નુકસાનમાં પણ આર્થિક સહાય અપાશે
- વરસાદ ન પડ્યો હોય તેવા 21 જિલ્લાના 81 તાલુકાઓ
- ખાતેદાર ખેડૂતોને રૂ 4000ની ઉચક સહાયની જાહેરાત
- પાક વીમા કરતા આ અલગ રાહત પેકેજ છે
- પાક વીમાવાળા ખેડૂતોને વીમાનું વળતર મળશે
Si Ad Code 7
Si Ad Code 4
1 Comments